પૂર્વના ઝડપથી વિકસિત નિકોલમાં રોડ રસ્તાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં સ્વામિનારાયણ ગુરુકુલથી કેળવણી ધામ થઈને ખોડલધામ ગ્રાઉન્ડ સુધી નો બે કિલોમીટરનો રોડ ટીપી સ્કીમ મુજબ ફેરલેન કરવા માંગણી છે.


કારણ કે આ રોડ ઉપર દિવસ દરમિયાન અસહ્ય ટ્રાફ્કિ રહે છે. આ રોડ ઉપર બેથી ત્રણ શાળાઓ, 10 જેટલા શોપિંગ સેન્ટરો અને 50 જેટલી સોસાયટી અને ફ્લેટો આવેલ છે, આ ઉપરાંત ન્યુ ઇન્ડિયા કોલોની પાસે શાક માર્કેટ બની રહ્યું છે. આ માટે સ્થાનિકો દ્વારા મ્યુનિ. કોર્પોરેશનના બજેટ પહેલા રજુઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ જ કામગીરી કરવામાં આવી નથી.

નિકોલના મહત્ત્વનો ગણાતા કેળવણીધામ વાળા રોડ ઉપર અસહ્ય ટ્રાફ્કિના કારણે વાહનચાલકો અને રાહદારી ઓ વારંવાર અકસ્માતનો ભોગ બને છે. આ ફેર ટયૂન સર્કલ તથા નરોડા 108 તરફ્ જવા આવવાનો એકમાત્ર રોડ હોવાથી ટ્રાફ્કિનું ભારણ રહે છે. જ્યારે સૌથી મહત્ત્વના રોડને ટીપી સ્કીમ મુજબ પહોળો કરવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તથા સ્થાનિક ધારાસભ્ય અને કાઉન્સિલરો સમક્ષ રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.


  • Follow us on: