ચોમાસામાં દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને પાણીનો સમયસર નીકાલ ન થવાની ફરિયાદ અવરનવર સામે આવી રહી છે.


આ પગલે હવે તંત્ર દ્વારા તાકીદે કામગીરીના ભાગ રૂપે 2000 એમ.એમ ડાયાની ડાઉન સ્ટ્રીમ સાઈડના મેઈન ડક્ટ લાઈનમાં કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં આવકાર હોલથી જયમાલા થી ગોવિંદવાડી ચાર રસ્તા થઈ વિશાલનગર થઈને કોઝી હોટલ સુધીની સંપૂર્ણ લાઈનમાં આધુનિક મશીનથી કામગીરી કરવામાં આવશે. જેના માટેનું રૂ. 6,48,32,263 ની રકમની મંજૂરી આપવામાં આવી છે, આ પરિણામે 3.5 કિમીના રૂટ પર યોગ્ય રીતે જોડાણ કરવામાં આવશે. આ સમગ્ર વિસ્તારના ઘણાં સ્થાનો પર વરસાદ દરમિયાન અવરનવર પાણી ભરાઈ જવાની અને પાણીનો સમયસર નીકાલ ન થાવની ફરિયાદ રહેલી છે, જેના પરિણામે તેમાંથી મોટી રાહત મળી રહેશે.

આ અંગેની માહિતી અનુસાર, દક્ષિણઝોન ઇસનપુર વોર્ડમાં ખારીકટ મેઈન ફીડર કેનાલ પાસે આવકાર હોલ પાસેથી અમદાવાદ પૂર્વની ડાઉન સ્ટ્રીમ સાઇડની 2000 એમ.એમ. ડાયાની મેઇન સ્ટોર્મ વોટર ડેઈનનીજા ડકટ લાઈન પસાર થાય છે જેનું આગળના ડાઉન સ્ટ્રીમ સાઈડ કોઝી હોટેલ પાસે પીરાણાની ફીડર લાઇનમાં જોડાણ થાય છે. આ માટેની કુલ લંબાઈ અંદાજે 3.5 કિલો મીટર જેટલી થાય છે. આ ડકટ લાઈનમાં પૂર્વ અમદાવાદનું સ્ટોર્મ વોટર ડ્રેઈન તથા ડ્રેનેજ એફ્લુઇન્ટ આવે છે. જ્યારે આ લાઈન વર્ષો જુની છે તેમજ તેના ડક્ટ લાઈનમાં પીક અવર્સ દરમ્યાન ખુબજ પ્રમાણમાં ડ્રેનેજ એફ્લુઈન્ટ આવે છે અને મેઈન સ્ટોર્મ વોટર ડેઈન ડક્ટ લાઈનમાં ચોમાસા દરમ્યાન ડેનેજ તથા વરસાદી પાણીનું ભારણ વધારે જોવા મળે છે. આ સ્થિતિમાં ડકટ લાઈનમાં ભવિષ્યમાં મોટુ બ્રેકડાઉન પડવાની સંભાવના રહેલ છે. જેના સાથે જ ડાઉન સ્ટીમ સાઇડનાં 2000 એમ.એમ.ડાયાની મેઇન સ્ટોર્મ વોટર ડેઈન ડક્ટ લાઈન લગભગ આખા પુર્વ અમદાવાદનું ડ્રેનેજનું પાણી લેતી હોઈ તેમજ વર્ષો જુની ડક્ટ હોવાના કારણે લાઈન ડીશીલ્ટીંગ કરવી ખુબ આવશ્યક બની છે. આ કામગીરીના પરિણામે લાઈનની લાઈફ્ પીરીઅડમાં વધારો તેમજ બ્રેકડાઉન પડવાની શકયતા પણ ઓછી થાય તેમજ આવનાર ચોમાસા ઋતુને ધ્યાને લઈ કામગીરી કરવી ખુબ જ જરૂરી બની છે. જેના પરિણામે લોકોને વરસાદમાં પણ મોટી રાહત મળી રહેશે.

બહેરામપુરા-દાણીલીમડામાં રૂ.25 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ અને પાણીની લાઈન નખાશે

દક્ષિણ ઝોનમાં બહેરામપુરા અને દાણીલિમડા વોર્ડમાં પીવાના પાણીની લાઈન અને નવી ડ્રેનેજ લાઈન નાખવા માટેની લાંબા સમયથી આવશ્યકતા રહેલી હતી. આ માટે બહેરામપુરાના વિવિધ સ્થાનો પર અવરનવર પ્રદુષિત પાણીની ફરિયાદ રહેલી છે અને તેમાં પણા ઘણાં સ્થાનો પર ડ્રેનેજ લાઈન યોગ્ય ન હોવાના કારણે લોકોને હાડમારીનો સામનો કરવો પડતો હોય છે. આ અંગે રૂ.12,88,48,266 ખર્ચે નવી કામગીરી કરવામાં આવશે. જ્યારે દાણીલીમડામાં પણ નાની મોટી ચાલીઓમાં પીવાના પાણી માટેની અવરનવર ફરિયાદ રહેલી છે. જેના માટેની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે, જેના માટે રૂ.12,79,78,862 ના ખર્ચે કામગીરી કરાશે. આ બંને કામગીરી માટે કુલ 25.67 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે.


  • Follow us on: