રામોલ ખાતે આવેલા હરિદર્શન એસ્ટેટથી એક્વા મશીનરી સુધીનો રસ્તા તદ્દન બિસમાર હાલતમાં જોવા મળી રહ્યો છે. દર વર્ષે ચોમાસામાં આ રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે. મહત્ત્વનું છે કે, ઘણા વર્ષોથી આ રસ્તો રિપેર કરવાની મ્યુનિ.ને રજૂઆત કરવામાં આવી રહી છે. અહીંની કંપનીઓમાં કોઈ નોકરી કે ધંધો કરવા તૈયાર જ નથી થતું. કોઈ ટ્રાન્સપોર્ટ કંપનીવાળા પણ માલસામાનની હેરફેર કરવાની ચોખ્ખી ના પડી દે છે, જેના કારણે કંપનીઓને લાખોનું નુકસાન વેઠવું પડે છે. તંત્ર સુધી તો અનેક રજૂઆતો કરી છતાં કોઈ કાર્યવાહી નથી કરી પણ રાજ્ય સરકાર અહીં પ્રકાશ પાડે તેવી સ્થાનિકો દ્વારા વિનંતી કરવામાં આવી છે.



  • Follow us on: