સમગ્ર રાજ્યમાં શરૂ કરેલા મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં સ્પેશિયલ 'ડાયટિશિયન ઓપીડી'ની શરૂઆત થઇ છે.


આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ રાકેશ જોષીએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલ ખાતે 1200 બેડની હોસ્પિટલ ખાતે 10 મેના રોજ એક નવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલના ભાગરૂપે એક 'ડાયટેશિયન ઓપીડી'ની શરૂઆત થઇ છે. અત્યાર સુધીમાં 500થી વધુ દર્દીઓ આ ઓપીડીની મુલાકાત લઇ ચૂક્યા છે.

ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાયપરટેન્શનના દર્દીઓ માટે પણ આ સેન્ટર ઉપયોગી બન્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના દરેક વિભાગમાં આવતા ઓબેસિટીવાળા દર્દી આ સેન્ટરમાં જઈ શકે એવી વ્યવસ્થા પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ગોઠવવામાં આવી છે. આ સેન્ટરમાં ઓબેસિટીવાળા દર્દીનું બીએમઆઈ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવે છે ત્યારબાદ તેને અનુરૂપ એ વ્યક્તિને ડાયેટ પ્લાન આપવામાં આવે છે.

તમામ માટે સેવા ખુલ્લી મુકાઈ છે : સુપરિન્ટેન્ડેન્ટ

કોઇપણ પ્રાઇવેટ હોસ્પિટલમાં ડાયટ પ્લાન લેવો હોય તો તેનો ખૂબ મોટો ખર્ચ થતો હોય છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ સેવા તદ્દન નિઃશુલ્ક આપવામાં આવે છે અને તમામ માટે ખુલ્લી છે. અહીં આવનારા દરેક દર્દીના ખિસ્સામાં કોઇપણ પ્રકારનું વધારાનું ભારણ પડતું નથી તેવું સુપરિટેન્ડેન્ટ રાકેશ જોષીએ જણાવ્યું હતું.


  • Follow us on: