એક તરફ અસારવા વિસ્તારમાં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ અને તેમના પરિવારજનો મુલાકાત લેતા હોય છે.
પરંતુ તેના રોડ પર મેઘાણીનગર પાસે છ-છ મહિનાથી બ્રેકડાઉનની પરિસ્થિતિ સર્જાય છે. તેના માટે રોડ ખોડીને કામગીરી શરૂ કરવામાં તો આવી છે પરંતુ હજી સુધી પૂર્ણ ન થતાં સ્થાનિકો તેમજ રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આ કારણે સ્થાનિકો કામગીરીમાં બેદરકારી કે પછી અધિકારીઓની અછત હોવાની વાત કરી રહ્યા છે. જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિકોની અસંખ્ય ફરિયાદ બાદ પણ કામગીરી ન થતી હોવાની વાત કરી છે. તેમજ અહીંના રસ્તા પર કચરાના ઢગલાં અને ફૂટપાથ પણ લાંબા સમયથી તૂટી ગયેલી છે, જેના રિપરિંગ ન થતાં પણ લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.
આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, અસારવા વિધાનસભા વિસ્તારમાં મેઘાણીનગર ના મેઈન મુખ્ય રોડ જ્યાં અન્ય વિસ્તારોમાં જેમ કે નરોડા બાપુનગર કુબેરનગર વિસ્તાર માંથી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચવા માટે અવરજવર કરવા માટે એક માત્ર મેઘાણીનગરમાંથી પસાર થવું પડે છે. પરંતુ આ વિસ્તારમાં એક સાંધે તેર તૂટે ફ્રી ફ્રી ને એ જ જગાએ છ છ મહિને ડ્રેનેજ ગટર પાણી લાઈન ભૂવા પડવા બેકડાઉન જેવી પરિસ્થિતિ થાય છે. આ કારણે એમ્બ્યુલન્સ લઈને જતાં વાહનો અને દર્દીના પરિવારજનોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં ત્યાં ફૂટપાથ પર પણ અવરનવર ગંદકી થયેલી જોવા મળી રહી છે અને તેના તૂટી જવાના કારણે લોકોને ચાલતાં જવામાં પણ હેરાન થવું પડે છે. આ અંગે સ્થાનિક સ્તરેથી લઈ અધિકારીઓને રજુઆત કરવામાં આવી તો તેમને જણાવ્યું કે, હાલમાં પુરતો સ્ટાફ નથી જેથી કામગીરી થઈ શકશે નહીં. બીજી તરફ ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈનમાં ભંગાણ થવાના પરિણામે લોકોને ગંદકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સરકાર વહેલી તકે વિસ્તાર ના પ્રશ્નો ઉકેલી પ્રજાનાં ટેક્ષનો વળતર આપે તેમ સ્થાનિક લોકો માંગણી કરવામાં આવે છે.
અસારવામાં પ્રાથમિક સુવિધાનો અભાવ છતાં ઉકેલ નથી
છેલ્લા ઘણાં સમયથી અસારવા વિધાનસભાના મેઘાણીનગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ સેવાના થાંભલા બંધ સ્થિતિમાં રહેતા અંધારપટ છે તેમજ વિસ્તારમાં ટ્રાફ્કિ ની સમસ્યાનો ઉકેલ લાવતા નથી. બીજી તરફ આ વિસ્તારમાં પ્રદૂષિત પાણી ડ્રેનેજ લાઈન ગટરલાઈન વરસાદી કેચપીટ સ્ટોર્મ વોટર લાઈનની કામગીરી પણ સમયસર ન કરવામાં આવતાં લોકોને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે. લોકો પાસે સામાજિક પ્રસંગ માટે કોમ્યુનિટી હોલ પાર્ટી પ્લોટ બગીચાના ઠેકાણાં નથી, જેના કારણે મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલી થઈ રહી છે.