શહેરનાં પૂર્વ ભાગમાં પાણીની લાઈનમાં ભંગાણનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ને નાગરિકો દ્વારા અનેક ફરીયાદો કરવામાં આવે ત્યારે તંત્ર દ્વારા સમારકામ માં ફ્ક્ત પાટાપિંડી જ કરવામાં આવે છે.


જે સમય જતાં સ્થિતિ ફરી એવી ને એવી જ થઈ ને ઉભી રહી જાય છે. ખોખરા વિસ્તારમાં સર્કલથી હાટકેશ્વર તરફ્ જતાં મુખ્ય રસ્તા પર એક મહિના ની અંદર જ પાણી ની લાઈન માં બીજી વખત ભંગાણ સર્જાતાં રોજનું હજારો લિટર પાણી વેડફઈ જાય છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં માં પાણી નું પ્રેશર ઘટી જતાં લોકો ને હાલાકી વેઠવી પડે છે. આ માટે રજુઆત કરવા છતાં પણ અધિકારીઓ દ્વારા કામગીરી ન કરવામાં આવી રહી હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ રહેલી છે.

આ અંગે રજુઆત કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, જો દુકાન ની આસપાસ માં કચરો દેખાય ભલે એ કચરા માટે એ દુકાનદાર જવાબદાર હોય કે ન હોય તો પણ તંત્ર નાં અધિકારીઓ દંડ વસુલ કરવામાં જરાય ચૂકતા નથી તો પછી તંત્રની બેદરકારીથી હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેના માટે જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી ની જોગવાઇ ની જરૂર છે તેવી શહેરીજનો ની માંગણી છે. આ મામલે મ્યુનિ.માં રજુઆત કરીએ તો માત્ર કામચલાઉ જેવી કામગીરી કરવામાં આવે છે. એટલે પાણીના વેટફટની સાથે સાથે રોડ પર પાણી ભરાયેલા હોવાથી લોકોને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડે છે.


  • Follow us on: