નિકોલમાં પ્રતિષ્ઠા બંગ્લોઝ પાસે મંગળવારે સાંજે અજાણ્યા વ્હીકલ ચાલકે ટુવ્હીલરને અડફેટે લેતા ચાલકનું મોત નિપજ્યુ હતુ.


બીજી તરફ, અકસ્માત સર્જીને કારચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગે મૃતકના મોટા ભાઇએ આઇ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હિટ એન્ડ રનની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

ઠક્કરનગરમાં રહેતા રાજેશ ત્રિવેદી કર્મકાંડનું કામકાજ કરતા હતા. તેઓ મંગળવારે સાંજના નિકોલ ખાતે રમેશભાઇ સોજીત્રાને ત્યાં લગ્નનું મૂરત જોવા માટે ગયા હતા ત્યાંથી તેઓ ટુવ્હીલર લઇને ઘરે જઇ રહ્યા હતા ત્યારે નિકોલમાં પ્રતિષ્ઠા બંગ્લોઝ પાસે અજાણ્યા વ્હીકલ ચાલકે ટુવ્હીલરને અડફેટે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ અજાણ્યો વાહન ચાલક ત્યાંથી નાસી ગયો હતો. જેમાં રાજેશભાઇને મોંઢા, માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક શેલ્બી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં રાજેશભાઇનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. આ અંગે મૃતકના મોટા ભાઇ મનોજભાઇએ આઇ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી છે.


  • Follow us on: