વટવા ખાતે અમદાવાદ ડિવિઝનના કર્મચારીઓની કાર્યસંબંધી વિભિન્ન સુવિધાઓ માટે રેલવેના માન્યતા પ્રાપ્ત વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાંય નિવારણ ન થતાં આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
જેમાં વટવા ડીઝલ શેડમાં સ્ટાફનો અભાવ, કાંકરિયા ડેપોમાં કામગીરી કરવા માટે દરરોજ લગભગ 1 હજારથી વધુ કર્મચારીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો રનિંગ સ્ટાફ પાસે 13 થી 15 કલાકની કામગીરી કરવામાં આવતી હોવાના કારણે કર્મચારીઓ ત્રાહિમામ પોકરી ઉઠયા છે અને તેમને પોતાનો વિરોધ નોંધાવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
વેસ્ટર્ન રેલવે કર્મચારી યુનિયનના અમદાવાદ ડિવિઝનના કર્મચારીઓએ ઘનશ્યામ યાદવના નેતૃત્વમાં આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જેમાં તેમની માંગણી છે કે, કાંકરિયા ડેપોમાં કાર્યરત યાંત્રિક, વીજળી અને ટ્રાફ્કિ વિભાગના કર્મચારીઓને ડયૂટી પર આવવા-જવા માટે અમદાવાદ પ્લેટફોર્મ થી બી-સ્કેલ કોલોની સુધી વર્ષોથી એક રોડ બનેલો હતો અને કર્મચારીઓને એનાથી ખાસ્સી સુવિધા હતી. પરંતુ હાલમાં અમદાવાદ સ્ટેશનના નવીનીકરણ અને બલેટ ટ્રેનના કામ દરમ્યાન આ રોડ સંપૂર્ણપણે તૂટી ગયેલ છે. જેના કારણે ડેપોના લગભગ 1000 કર્મચારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે છતાં અધિકારીઓ દ્વારા તેના પર કામગીરી કરવામાં આવી રહી નથી. જેનાથી કર્મચારીઓ પરેશાન થઈ રહ્યા છે. આ ઉપરાંત વટવા ડીઝલ શેડમાં વર્ષોથી શન્ટિંગનું કાર્ય પોઈંટ્સ સ્ટાફ્ દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ અચાનક રેલ પ્રશાસને સક્ષમ પોઈંટ્સ સ્ટાફ્ને ઉઠાવી લીધો છે જેને લીધે હવે અન્ય કર્મચારીઓ દ્વારા શન્ટિંગ નું કાર્ય કરાવવામાં આવી રહ્યું છે. જેનાથી શન્ટિંગ કાર્યની સુરક્ષા પ્રભાવિત થઈ શકે છે. ફ્રીથી શન્ટિંગ સ્ટાફ્ મૂકવા માટે માંગણી કરેલ છે. તેમજ અમદાવાદ ડિવિઝનના રનિંગ સ્ટાફ્ (લોકો પાયલટ અને ટ્રેન મેનેજ2) અમલદારો દ્વારા અપાતાં તઘલખી આદેશોથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. મુખ્યાલયથી નીકળ્યા પછી 72 કલાકથી વધુ સમય સુધી અલગ-અલગ ગાડીઓમાં નિયમ વિરુદ્ધ કામગીરી કરાવવામાં આવે છે. એક ગાડીમાં 9 કલાક ડયૂટીનો નિયમ હોવા છતાં 13 થી 15 કલાક કામ કરાવવામાં આવે છે.