દેત્રોજ તાલુકા સહિત પંથકમાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં સફાઈ કામકાજ કરવામાં આવ્યું નથી. મોટાભાગની કેનાલોમાં ઝાડી-ઝાંખરા અને ઘાસ ઉષી નીકળ્યા છે. ખેડૂતો રવિ પાક માટે માટે નર્મદાના નીર પર આશા રાખીને બેઠા છે. નર્મદાની કેનાલોમાં નર્મદાના નીર વહેતા થાય તે પહેલા કેનાલની સફાઈ કામ કરવું જરૂરી બન્યું છે. તેમજ સફાઈ પૂર્વે જો કેનાલમાં પાણી છોડવામાં આવે તો ઝાડી ઝાંખરા અને કેનાલોમાં ઊગી નીકળેલા ઘાસના કારણે પાણી રોકાઈ જાય છે અને કેનાલ ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને તો કેટલીકવાર ભંગાણ પણ પડે છે. રવિ પાકનો સમય નજીક આવી રહ્યો છે. દેત્રોજ તાલુકામાંથી પસાર થતી ખારાઘોડા અને ગૌરૈયા બ્રાન્ચ કેનાલની સત્વરે સફાઈ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Surat : ચાલુ કારમાં બિયર પીતા પીતા આર્કિટેકે બાઈક-સ્કૂટરને ફંગોળ્યા, બે સગા ભાઈ અને બે મહિલાના હાથ-પગ કચડ્યા









