શહેરમાં દુષ્કર્મ, છેડતી અને મહિલા અત્યાચારના અનેક ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. સખત સજાની જોગવાઈ બાદ પણ પોક્સો હેઠળ ગુના પણ નોંધપાત્ર વધી રહ્યા છે.
ત્યારે નારોલમાં સગીરાના પિતાના મિત્રે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સગીરા એકલી હતી તે સમયે શખ્સ ઘરે આવ્યો હતો અને સગીરાને લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં 10 મહિનાથી સગીરા ગુમસુમ રહેતા માતા-પિતાએ પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે માતા પિતાએ નારોલ પોલીસે શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
નારોલમાં 16 વર્ષીય સગીરા પરિવાર સાથે રહે છે. જેમાં તેના પિતા ખાનગી ફેકટરીમાં નોકરી કરે છે. ત્યાં સુરજ યાદવ પણ નોકરી કરતો હતો. જેથી સગીરા પિતા સાથે સંપર્કમાં આવ્યો અને મિત્ર બન્યો હતો. જેથી સુરજ સગીરાના ઘરે અવારનવાર આવતો હતો. જેથી સગીરાના સંપર્કમાં આવ્યો હતો. જ્યારે 10 મહિના પહેલા સગીરા ઘરે એકલી હતી તે સમયે સુરજ તેના ઘરે આવ્યો હતો. બાદમાં કોઇ પણ લાલચ આપીને સગીરા સાથે તેને દુષ્કર્મ આચર્યુ હતુ. તેમજ આ અંગે કોઇને જાણ ન કરવા ધમકી આપી હતી. જે બાદ સગીરા ઘરમાં ગુમસુમ રહેતી હતી. જેથી માતા-પિતાએ તેને ફેસલાવીને પૂછતા રડતા-રડતા તેને સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે નારોલ પોલીસે સુરજ સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.