અમરાઈવાડીમાં ફઈનાન્સ કંપનીમાં ફ્લ્ડિ કોઓર્ડિનેટર 10 ગ્રાહકોના લોનના હપતાના કુલ રૂ. 1.18 લાખ લઈને કંપનીમાં જમા ન કરાવી ઠગાઈ આચરી છે.
જેમાં કર્મીએ રાજીનામું આપતા તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટયો હતો. આ અંગે એરિયા મેનેજરે કર્મી સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
ગાંધીનગરના વાવોલમાં રહેતા વિપુલભાઈ નંદાણી અમરાઈવાડીમાં આવેલ ફઇનાન્સ કંપનીમાં એરિયા મેનેજર તરીકે નોકરી કરે છે. ત્યારે કંપનીમાં લોનના હપતા કલેક્શનનું કામ ફ્લ્ડિ કોઓર્ડિનેટર તરીકે રોનક રાઠોડ નોકરી કરતો હતો. ત્યારે રોનકે અચાનક રાજીનામુ આપીને નોકરી છોડી દીધી હતી. જેથી તપાસ કરતા રોનકે ગ્રાહકોના હપતાના રૂપિયા લઈને કંપનીમાં જમા કરાવ્યા ન હતા. તેમજ ગ્રાહકો પાસેથી વધુ તપાસ કરતા રોનકે માર્ચ 2022થી 2025 સુધી 10 ગ્રાહકો પાસેથી હપતાના કુલ રૂ. 1.18 લાખ લઈને કંપનીમાં જમા કરાવ્યાન હતા. તેમજ લોન કાર્ડમાં સહી કરી રૂપિયા જમા કર્યા હતા પરંતુ કંપનીમાં જમા ન કરાવ્યા. તેથી રોનકને આ બાબતે પૂછતાં કોઈ જવાબ આપ્યો ન હતો. આ અંગે એરિયા મેનેજરે કર્મી રોનક સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.