પ્રતિબંધિત પ્લાસ્ટિકના એકમો સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


જેમાં મધ્ય ઝોનમાં રહેણાંક વિસ્તારમાં 15 નોટિસ અને કોમર્શિયલમાં 168 નોટિસ આપવામાં આવી છે. જેના પાસેથી રૂ.1,98,400 જેટલો દંડ વસુલ કરીને 9 એકમો ખાડિયા વોર્ડમાં સીલ કરવામાં આવ્યા છે. જ્યારે ઉત્તર ઝોનમાં 260 એકમોને નોટિસ આપીને રૂ.1,18,424 જેટલો ચાર્જ વસુલવામાં આવ્યો છે. તેમજ 2 એકમોને સીલ કરવામાં આવ્યા છે.

મધ્ય ઝોનમાં 4 ઓગસ્ટથી 11 ઓગસ્ટ વચ્ચે વિવિધ કામગીરી કરવામાં આવતાં 2 સીલ ખાડિયા વોર્ડમાં ગાંધી રોડ પર 1 સીલ દરિયાપુર વોર્ડમાં ગુડલક ટ્રેડ્સ નામના એકમને જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટીક વપરાશ બદલ 212 નોટિસ અને રૂપિયા 1,98,400/- દંડ, 9 સીલ ખાડિયા વોર્ડમાં રિલિફ્ રોડ પર આરતી પાર્લર સહિતના એકમો પર અને અન્ય એકમને, 5 સીલ શાહીબાગમા 1 સીલ શાહપુર વોર્ડમાં, 2 સીલ દરિયાપુર વોર્ડમાં એમ પ્રતિબંધિત પ્લાસ્ટિક બદલ કુલ 20 એકમને સીલ મારવામાં આવેલ છે. જ્યારે સી એન્ડ ડી વેસ્ટ માટે 14 નોટીસ અને રૂ. 23,500/- દંડ અને જાહેર રોડ પર થુક્તાં કુલ 109 ઈસમો પાસેથી રૂપિયા 10,900/- દંડ વસુલ કરવામા આવેલ છે આમ મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સેનેટરી વિભાગ દ્વારા રૂ.4,27,000 વસુલવામાં આવ્યા છે.

આ તરફ ઉત્તર ઝોનમાં નરોડા વોર્ડમાં પાનના ગલ્લા/ચાની કીટલીઓ ઉપર પેપર કપ ઉપયોગ કરતા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતા ધંધાકીય એકમમાં ડસ્ટબીન (કચરાપેટી) ન રાખતા જાહેર માર્ગો પર ગંદકી/ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમો પાસેથી 5.7 ક્રી.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી જાહેર રોડ 02 એકમોને સીલ કરવામાં આવેલ છે તેમજ ર60 એકમોને નોટીસ આપીને રૂ.1,18,424/- ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.


  • Follow us on: