દાણીલીમડામાં લગ્નના એક વર્ષ બાદ પત્નીને બેકાર પતિ અલગ-અલગ નશો કરતો હોવાની જાણ થઇ હતી. જેથી પત્નીએ સાસુ-સસરાને વાત કરતા ઝઘડો કરી મારઝુડ કરતા હતા. કંટાળીને પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.


દાણીલીમડામાં યુવતીના લગ્ન 2021માં વેજલપુરના મોહંમદજુનેદ સૈયદ સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ પત્નીને જાણ થઇ કે પતિ અલગ-અલગ નશો કરે છે. જેથી પરિણીતાએ સાસુ-સસરાને આ અંગે વાત કરતા બિભત્સ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. જે બાદ પતિ સહિત સાસરિયા પરિણીતાને નાની-નાની બાબતોમાં શારિરીક-માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. ત્યારે પતિથી કંટાળીને બે વખત પિયરમાં રહેવા જતી રહી હતી પરંતુ તેના માતા-પિતાએ સમજાવીને પરત મોકલી હતી. તેમજ પતિ કોઇ કામધંધો કરતો ન હતો. ત્યારે પુત્રીને બિમારી થતા સારવાર પણ કરાવતો ન હતો. ગત 4 જૂને પરિણીતા પિયરમાં હતી તે સમયે નાની સાસુ અને નાના સસરાએ ફોન કરીને તુ સમાધાન નહિ કરે તો શાંતિથી જીવવા દઇશુ નહિ તેવી ધમકી આપી હતી.


  • Follow us on: