શહેરના દિવાનપરા શેરી નં 10માં આવેલ કોમ્પલેક્ષના છઠ્ઠા માળે સોનાના ઘરેણા બનાવવાના કારખાનામાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી હતી.
કારખાનામાં કામ કરતા પાંચ શ્રમિકોમાંથી 3નો આબાદ બચાવ થયો હતો. જયારે એકનું મોત નિપજયું હતું. એકને હાથના ભાગે ઈજા પહોંચતા તાકિદે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. દિવાનપરા શેરી નં.10માં આવેલ શ્રી હરિ કોમ્પલેક્ષના છઠ્ઠા માળે સોના-ચાંદીના ઘરેણા બનાવવાના કારખાનામાં સોમવારે રાત્રે પોણા બારેક વાગ્યા આસપાસ શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી હતી. દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કામ કરતા શ્રમિકોમાં નાસભાગ મચી હતી. પાંચ ફાયર ફાયટરો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.










