રાજ્યમાં દિવાળીનો તહેવાર રકતરંજીત બન્યો હતો જેમાં અમદાવાદમાં 3 અને મહુધા, જામનગર અને રાજકોટમાં એક સહિત કુલ હત્યાના 6 બનાવ નોધાયા છે.


ન્યૂ રાણીપમાં ચેનપુર પાસે 16 વર્ષીય સગીરા ધો 11માં અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરતી હતી. ગત.21 ઓક્ટોબરના રોજ રાત્રે સગીરાની સોસાયટીમાં રહેતો એક સગીર, તેના બે મિત્રો સાથે સોસાયટી પાસે જાહેર રસ્તા પર લોખંડની પાઇપ ઉભી રાખીને તેની અંદર ફટાકડા ફોડી રહ્યો હતો. આ દરમ્યાન ફટાકડાને કારણે લોખંડની પાઇપ 50 ફૂટ દૂર ઉભેલી સગીરાના માથામાં વાગતા તે ત્યાં જ પડી ગઇ હતી. જેના કારણે સગીરાને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.સારવાર દરમ્યાન સગીરાનું મોત નિપજ્યુ હતુ.આ કેસમાં આ અંગે મૃતકના પિતાએ સાબરમતિ પોલીસ સ્ટેશનમાં એક યુવક અને બે સગીર વિરૂદ્ધમાં સાઅપરાધ મનુષ્ય વઘનો ગુનો નોંધીને શિવાંગ સહિત બે સગીરોની પોલીસે ધરપકડ કરી છે.

પાલડીમાં ફટાકડા ફોડવા બાબતે 2 વેપારી પર હુમલો, એકનું મોત

પાલડીમાં વ્રજ પ્લાઝામાં એક કપડાની દુકાનના વેપારી સાગર પ્રજાપતિ અને તેનો પિતરાઇ ભાઇ રોનક બન્ને ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે તે કોમ્પ્લેક્ષના અન્ય કપડાની દુકાનના વેપારીએ થોડા દૂર ફટાકડા ફોડવા માટે કહ્યુ હતુ. આ દરમ્યાન રોનક અને અન્ય કપડાની દુકાનના માલિક નરેન્દ્રસિંહ રાજપુરોહીત બન્ને વચ્ચે બોલાચાલી થયા બાદ મારમારી થઇ હતી. જેમાં 11 શખ્સોએ બન્ને પર જીવલેણ હુમલો કરતા, રોનક પ્રજાપતિનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.

વાડજમાં પાંચમા માળેથી સાઢુ અને સાળાએ બનેવીની હત્યા કરી

વાડજમાં રામાપીરના ટેકરા પાસે પારિવારીક ઝઘડામાં સાઢુ નરેશ અને સાળા મેહુલ બન્નેએ બનેવી ભાવેશને રસોડામાં લઇ જઇને કૂકર વડે ફટકાર્યો હતો બાદમાં બનેવીને પાંચમા માળેથી નીચે ફેંકી દીધા હતા. આટલુ જ નહીં, મૃતકની પત્ની, સાસુ અને સાળીએ પણ માર માર્યો હતો. દંપતિએ 10 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. વાડજમાં રામાપીરના ટેકરા ખાતે સેક્ટર 3માં ભાવેશ મકવાણા પરિવારજનો સાથે રહેતો હતો. થોડા દિવસ પહેલા પતિ, સાસુ સસરાને કહ્યુ કે, મારે 7 લાખનું દેવુ થઇ ગયુ છે તેની માટે રૂપિયા આપો. જો રૂપિયા ના હોય તો આ મકાન વેચીને મારૂ દેવુ પૂરૂ કરી આપો તેમ કહીને ઝઘડો કર્યો હતો. ભાવનાની માતા, બનેવી, બહેન, ભાભી અને ભાઇ તેના ઘરે આવી ભાવેશ અને તેના માતા પિતાને બિભત્સ શબ્દો બોલીને મારઝૂડ કરવા લાગ્યા હતા.


  • Follow us on: