અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં તાજેતરમાં માવઠારૂપી આફત ત્રાટક્યા બાદ બાવળા તાલુકાના બગોદરા પંથકમાં વહેલી સવારમાં ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ધુમ્મસના કારણે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને વાહન ચલાવવા હેડ લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. એટલું જ નહીં ધૂમ્મસના કારણે વિજિબિલિટી ઘટનાના કારણે ટ્રાફ્કિ પણ થવા પામ્યો હતો. આ ઉપરાંત વાતાવરણમાં ભેજના કારણે ઝાકળ પણ ખૂબ જ પડવાથી માવઠના મારથી કેટલાક ખેતરોમાં બચી ગયેલી ડાંગર અને જુવારના વાઢેલા પુળા પર પડવાના કારણે લીલો ઘાસચારો પણ બળી જવા પામ્યો છે. એથી ખેડૂતો તેમજ પશુપાલકોની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે.



  • Follow us on: