નારોલમાં આવેલા રાધે હોમ્સમાં ચાર શખ્સોએ એક પરિવારના સભ્યો પર છરીથી હુમલો કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજતાં નારોલ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોધીને ત્રણની ધરપકડ કરી છે.
નારોલમાં રહેતા શુભમકુમાર ભૂમિહાર અસલાલીમાં ક્રેનો ધરાવી ધંધો કરે છે. તેમના કાકા નિરજકુમાર પરિવાર સાથે નીચેના મકાનમાં રહે છે. ગત 31 ઓગસ્ટે રાત્રે ઘર આગળ બૂમાબૂમ થતી હોવાથી તે ત્યાં ગયા હતા. ત્યારે શુભકુમારના પિતરાઇ ભાઇ સત્યમ સાથે વિનય યાદવ, અભિષેક રાજપૂત, સાહિલ યાદવ અને બિપીન યાદવ મારામારી કરતા હતા. અભિષેકે સત્યમ પર છરી વડે હુમલો કર્યો હતો.
જેથી શુભમકુમાર અને તેમના કાકા સત્યમને બચાવવા વચ્ચે પડયા હતા. ત્યારે ચાર શખ્સોએ શુભકુમાર અને તેમના કાકાને છરી મારી હતી. આસપાસના લોકો ભેગા થઇ જતા તમામ શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. શુભકુમાર તેમના કાકા નિરજકુમાર અને પિતરાઇ ભાઇ સત્યમને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરે નિરજકુમારને મૃત જાહેર કર્યા હતા. આ અંગે નારોલ પોલીસે તિપાસ કરતા સત્યમની બહેનને આદિત્ય નામનો યુવક સાથે વાતચીત થતી હોવાની શંકાના આધારે ઠપકો આપ્યો હતો. જેની અદાવતમાં ચાર શખ્સોએ હથિયારથી હુમલો કરીને નીરજકુમારની હત્યા કરી હતી. આ અંગે પોલીસે વિનય ઉર્ફે બબલુ યાદવ, અભિષેક રાજપુત, સાહીલ યાદવની ધરપકડ કરી છે.