વટવામાં સગાભાઈએ ઘરમાંથી રૂ.9.35 લાખના દાગીનાની ચોરી થઇ હતી. યુવકે પોલીસને જાણ કરતા વટવા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરી એક આરોપીને ઝડપી પાડયો હતો.


વટવામાં રહેતા ચિરાગ રાણા નોકરીએ જતો ત્યારે પાડોશમાં રહેતા સગાભાઈ કૃણાલ રાણાના ઘરે ચાવી આપીને જતો હતો. ગત 4 ઓગસ્ટે યુવકની પત્ની ઘરે આવી અને તિજોરી ખોલીને જોયું તો તેમાં રહેલ રૂ. 9.35 લાખના દાગીના ગાયબ હતા. જેથી વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે એક શખ્સની શંકાસ્પદ હિલચાલ નજર આવતા પોલીસે તેને પકડયો હતો. બાદમાં તેનું નામ પૂછતા મિતેષકુમાર રાણાને પૂછપરછ કરતા તે પોતે ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢી જતા રૂ. 3.50 લાખનું દેવું થઇ ગયું હતું. વટવાના મિત્ર કૃણાલ રાણાને આ અંગે વાત કરતા તેને સગાભાઈ ઘરમાં ગત 4 ઓગસ્ટે બંને જણા ઘરમાં પ્રવેશ્યા અને તિજોરીમાં રહેલા 9.35 લાખની મત્તાના સોના ચાંદીના દાગીના ચોરી કરી લીધા હતા. બાદમાં બંને શાહીબાગ પાસે રહેતા પુનિત શાહ નામના જવલેર્સને દાગીના વેચી દીધા હતા. જેથી પોલીસે ત્રણેયની ધરપકડ કરીને વધુ તપાસ શરૂકરી છે.


  • Follow us on: