કડીમાં રહેતા જીતેન્દ્રભાઇ મહેશ્વરી વાસણા ખાતે વિનાયક એન્ટરપ્રાઇઝના નામથી POPને લગતો ધંધો કરે છે. તેમણે ધંધા અર્થે જુહાપુરામાં રહેતા ઇબ્રાહિમ ઝાલૌરી સાથે સંપર્ક થયો હતો. બે વર્ષ પહેલા ઇબ્રાહિમે એન્ટીક ફર્નિચરનો એક્સપોર્ટ કરવાનો ધંધો કરવો છે તેમ કહીને પહેલા કુલ 15 લાખ રૂપિયા જીતેન્દ્રભાઇ પાસેથી લીધા હતા અને તેઓએ નોટરાઇઝડ લખાણ પણ કરાવી લીધુ હતુ. થોડા દિવસ બાદ ઇબ્રિહામ એક લાખ રૂપિયા રોકડ પરત આપી ગયો હતો. જ્યારે બાકીના 14 લાખ આપવા મામલે ગલ્લા તલ્લા કરતો હતો. આ અંગે જીતેન્દ્રભાઇએ વાસણા પોલીસ સ્ટેશનમાં ઇબ્રિહામ વિરૂદ્ધ 14 લાખની છેતરપિંડી આચરી છે.



  • Follow us on: