શહેરમાં ઢોરની ચોરી કરતી એક ટોળકીના ચાર શખ્સોની રામોલ પોલીસે ધરપકડ કરી છે. ત્યારે પોલીસે ફરાર એક આરોપી સામે ગુનો નોધીને તેની શોધખોળ શરૂ કરી છે. રામોલ વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે પોલીસને એક શંકાસ્પદ કાર દેખાતા પોલીસે વાહનચાલકને ગાડી ઊભી રાખવાનું કહ્યું પરંતુ કારચાલકે ગાડી નહીં રોકીને હંકારી મૂકી હતી. આ સમયે રામોલ પોલીસે ગાડીનો પીછો કર્યો હતો. આગળ જતા કારમાં પંચર થતા ગાડી ઉભી રહેતા જ ગાડીમાં સવાર ચારેય શખ્સો ભાગતા પોલીસે ઝડપ્યા હતા. ઝડપાયેલા ચારેય આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, રાત્રીના સમયે ફરતી ઢોરની ચોરી કરીને કતલખાને લઇ જવા માટે ફરી રહ્યા હતા. ત્યારબાદ પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી 10 જેટલા દોરડા, એક ધારદાર છરો સહીત કુલ રૂ. 3 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથધરી છે. તેમજ આરોપીઓ કારની નંબર પ્લેટ બદલીને કોઈ ટુ-વ્હીલરની નંબર પ્લેટનો ઉપયોગ કરીને ઢોર ચોરી કરવા માટે નીકળતા હતા. જ્યારે પોલીસે સહેજાદહુસેન મલેક, મોહમદફરૂક કાશ્મીરી, કરીમખાન પઠાણ અને હુસેન શેખની ધરપકડ કરી છે. તેમજ ફરાર આરોપી યાસીન કુરેશીની શોધખોળ શરૂ કરી છે.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં









