ગુજરાતના જે વિદ્યાર્થીઓ અથવા નાગરિકો ધોરણ 10 અને 12નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી, તેમના માટે મહત્વની તક સામે આવી છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલમાં ધોરણ 10 અને 12માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઈચ્છુક અરજદારો હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને અભ્યાસ પૂર્ણ કરવાની તક મેળવી શકશે.

ધોરણ 10 અને 12માં પ્રવેશ શરૂ

ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ એટલે કે જીએસઓએસ હેઠળ ધોરણ 10 અને 12માં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્યના નાગરિકો આ માધ્યમથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ કરવાની તક મેળવી શકશે.

ધોરણ 10 માટે 14 વર્ષ ઉંમર જરૂરી

ધોરણ 10માં પ્રવેશ મેળવવા માટે અરજદારની લઘુત્તમ ઉંમર 14 વર્ષ હોવી જરૂરી છે. જ્યારે ધોરણ 12માં પ્રવેશ માટે લઘુત્તમ ઉંમર 16 વર્ષ નક્કી કરવામાં આવી છે.

ધોરણ 12 માટે ધોરણ 10 પાસ હોવું જરૂરી

ધોરણ 12માં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવાર માટે ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે. ખાસ વાત એ છે કે ધોરણ 12માં પ્રવેશ માટે કોઈ મહત્તમ વયમર્યાદા રાખવામાં આવી નથી.

નજીકની શાળામાં ભરી શકાશે ફોર્મ

પ્રવેશ મેળવવા ઈચ્છતા અરજદારો નજીકની શાળામાં જઈને જરૂરી રજિસ્ટ્રેશન ફી ચૂકવી શકે છે અને પ્રવેશ માટેનું ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી વિગતો અને દસ્તાવેજો સાથે રાખવાની રહેશે.

6 ઓક્ટોબર છેલ્લી તારીખ

જીએસઓએસમાં ધોરણ 10 અને 12માં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 6 ઓક્ટોબર છે. તેથી ઈચ્છુક ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ જોયા વિના સમયસર રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.  


આ પણ વાંચો  :   Kanpur: Instagramની દોસ્તી પ્રેમમાં બદલાઈ, 3 બાળકોની માતા 25 વર્ષની યુવતી સાથે રહેવા ઘર છોડીને ભાગી