અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સક્રિય થયેલી ચર્ચિત ‘ચડ્ડી બનીયાન ગેંગ’નો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. બોપલ વિસ્તારમાં બનેલી ચોરીની ઘટના બાદ હવે આ ચડ્ડી બનીયાન ધારી તસ્કર ગેંગે હાથીજણ વિસ્તારમાં ધામા નાખ્યા છે. હાથીજણ ખાતે આવેલા એક ફ્લેટને નિશાન બનાવીને આ તસ્કર ટોળકીએ ચોરીના બનાવને અંજામ આપતાં સમગ્ર વિસ્તારના રહીશોમાં ભારે ફાળ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.
શાતિર ચોરોએ હાથીજણમાં ચોરીને આપ્યો અંજામ
મળતી વિગતો અનુસાર, હાથીજણ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રાત્રિના સમયે ચાર લોકોની ગેંગે પ્રવેશ કર્યો હતો. ચડ્ડી અને બનીયાન પહેરીને આવેલા આ ચોરોએ બંધ મકાન કે ફ્લેટને ટાર્ગેટ બનાવીને રોકડ રકમ તેમજ કિંમતી સામાનની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના અંગે સ્થાનિકોને સવારે જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

