અમદાવાદ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે થતા ચેડાં રોકવા માટે AMC ના ફૂડ ડિપાર્ટમેન્ટે લાલ આંખ કરી છે. શહેરના જાણીતા માધુપુરા ઘી માર્કેટ સહિત વિવિધ વેપારી મથકો પર ફૂડ વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અગાઉ માર્કેટમાંથી લેવામાં આવેલા ઘીના વિવિધ બ્રાન્ડ્સના સેમ્પલો લેબોરેટરી પરીક્ષણમાં ફેલ સાબિત થતાં તંત્ર દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ બ્રાન્ડ્સના સેમ્પલ ફેલ, HP ફૂડ્સ એકમ સીલ થશે

ફૂડ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, માધુપુરામાં આવેલા HP ફૂડ્સ નામના એકમમાંથી અગાઉ લેવાયેલા ઘીના સેમ્પલ પરીક્ષણમાં ફેલ જાહેર થયા છે. આ ઉપરાંત માર્કેટમાં વેચાતા ગોપી શ્રી દેશી ગાય ઘી, શ્રી અમૂર્ત ઘી, પ્રિયમ ગાય ઘી અને ખુશાલી ગાય ઘી ના સેમ્પલો પણ ગુણવત્તાના માપદંડો પર નિષ્ફળ નીવડ્યા છે. ભેળસેળયુક્ત અને અશુદ્ધ ઘી વેચવા બદલ AMC ફૂડ વિભાગ દ્વારા સંબંધિત એકમોને સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

The ghee market in Madhupura, Ahmedabad, has been opened!

ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ અને સઘન તપાસ

ઘીમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતા વેપારીઓ સામે AMC ના દરોડાથી માધુપુરા માર્કેટ તેમજ આસપાસના ખાણીપીણીના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ફૂડ વિભાગ દ્વારા ફેલ થયેલા સેમ્પલોના આધારે વધુ જથ્થો જપ્ત કરવાની સાથે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, આગામી દિવસોમાં પણ તહેવારો અને સામાન્ય દિવસોમાં અન્ન સુરક્ષા જાળવવા આવી કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો