હાલમાં સ્મશાન ગૃહના નવીનીકરણની કામગીરી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરાઈ રહી છે. આ વચ્ચે હાલમાં જ ખોખરામાં આવેલા હાટકેશ્વર સર્કલ નજીકના સ્મશાન ગૃહમાં મોડી સાંજના સમયે અતિમયાત્રાએ આવતા ડાઘુઓ મુખ્ય રસ્તાથી સ્મશાન સુધી અંધારામાં જવું પડી રહ્યું છે. બીજી તરફ હાલમાં જ અહીં રિનોવેશનની કામગીરી દરમિયાન ખોદેલા ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. જેમાં યુવકને કરંટ લાગતા મોત થયું હતું. સ્મશાન ગૃહમાં કામગરી ચાલી રહી હોવાના કારણે વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો છે.


આ અંગે ફરિયાદ કરતાં લોકોએ જણાવ્યું કે, એક તરફ નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. જ્યાં તાજેતરમાં જ એક દુખદ ઘટના બની છે તેમ છતાં પણ અહીં કોઈ જ દેખરેખ માટે અધિકારીઓ આવી રહ્યા નથી. બીજી તરફ અંતિમ સંસ્કાર માટે આવેલા લોકોને અંધારામાંથી પસાર થવું પડી રહ્યું છે. આ માટે અધિકારીનો સંપર્ક કર્યો તો તેમને જણાવ્યું કે, 24 કલાકમાં લાઈટો શરૂ કરવામાં આવશે. પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી લોકોને પડી રહેલી મુશ્કેલીનો કોઈ જ ઉત્તર આપવામાં આવ્યો નહીં.


  • Follow us on: