કૃષ્ણનગરમાં રહેતી પત્નીએ પતિનો વીડિયો કોલ ઉપાડયો ન હતો. જેથી ઉશ્કેરાયેલ પતિએ ઘરે આવી પત્ની સાથે ઝઘડો કર્યો હતો. જેમાં સાસુ પણ હાજર રહ્યાં હતાં. આ દરમ્યાન પતિએ પત્નીને ફ્ટકારી લોહીલુહાણ કરી નાંખી હતી. આ અંગે પત્નીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ સામે ફરિયાદ નોધાવી છે.


કૃષ્ણનગરમાં 29 વર્ષિય ક્રિમાબેન સોલંકી પોતાની પતિ અલ્પેશભાઇ સાથે રહે છે. અલ્પેશભાઇ સાથે નવ વર્ષ પહેલા ક્રિમાબેને પ્રેમલગ્ન કર્યા હતા. ગત 27 ઓક્ટોમ્બરે રાત્રે ક્રિમાબહેન પોતાના ઘરે હાજર હતા. ત્યારે પતિ ઉદેપુરથી આવ્યા હતા. પતિએ કહ્યું હતું કે, કેમ વીડિયો કોલ ઉપાડતી ન હતી. તેથી ક્રિમાબહેને જણાવ્યું હતું કે, ત્યારે હું એક્ટીવા ચલાવતી હતી. જેથી વીડિયો કોલ ઉપાડયો ન હતો. આટલુ કહેતા પતિ ઉશ્કેરાઇને ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમ્યાન અવાજ થતા સાસુ પણ ત્યાં આવી ગયા હતા. આ ઉપરાંત પતિ ગાળો આપવા લાગ્યા હતા. જેથી ક્રિમાબેને પતિને ગાળો ન બોલવા અને શાંતિ રાખવા જણાવ્યું હતું. ઉશ્કેરાયેલ પતિએ ફેંટો મારી હતી. જેમાં એક ફેંટ આંખની પાપણની બાજુમાં લાગી જતા લોહી નિકળવા લાગ્યું હતું. જેથી ક્રિમાબેન સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તબીબે આંખની પાપણ પાસે ત્રણ ટાંકા લીધા હતા. આ અંગે ક્રીમાબેને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ સામે ફરિયાદ નોધાવી છે.


  • Follow us on: