નિકોલમાં લગ્નના થોડા સમય બાદ પત્નીને પતિના અન્ય મહિલા સાથેના સંબંધની જાણ થતા મારઝુડ કરવા લાગ્યો હતો. આટલું જ નહિ સસરા અને દિયરને કહેતા તે પણ ઝઘડો કરવા લાગ્યા હતા. પરિણીતાએ પુત્રીને સ્કૂલેથી વહેલા ઘરે લાવતા પતિએ ઝઘડો કરીને છરાથી હુમલો કરી લોહિલુહાણ કરી હતી.
નકોલમાં 36 વર્ષીય પરિણીતા પરિવાર સાથે રહે છે. તેમના લગ્ન વર્ષ 2008માં ચમનપુરાના યુવક સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પરિણીતાને તેના પતિના અન્ય મહિલા સાથેના આડાસંબંધોની જાણ થતા પતિ ગાળો બોલીને મારઝુડ કરતો હતો. આ અંગે સસરાને જાણ કરતા તે પણ દીકરાનું ઉપરાણું લેતા હતા અને દિયરને પતિને સમજાવવાનું કહેતા તે પણ પરિણીતાને જ માર મારતો હતો. પરિણીતાએ બે પુત્ર અને એક પુત્રી છે. ત્યારે પુત્રી ઇન્સ્ટાગ્રામમાં કોઇની સાથે વાતો કરતી હોવાથી માતાએ તેને રોકી હતી. જેની જાણ પતિને થતા તે પત્નીને માર માર્યો હતો. આટલું જ નહિ ગત 30 જુલાઇએ માતા પુત્રીને સ્કૂલેથી વહેલા ઘરે લઇ આવતા પતિએ ઝઘડો કરીને પત્ની પર છરાથી હુમલો કરીને લોહિલુહાણ કરી હતી અને સાસરિયાઓએ પરિણીતાને જો તુ અમારા વિરૂધ્ધ ફરિયાદ કરીશ તો તારા પિતા અને ભાઇને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. કંટાળીને આશાબેને પતિ વિજય, સસરા રાજુ અને દિયર અજય સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.










