ગોમતીપુરમાં પટેલ મિલ ત્રણ રસ્તા પાસે બે યુવકો ચાલતા જઇ રહ્યા હતા ત્યારે બન્ને એકબીજા સાથે અથડાયા હતા.


જે બાદ ઝઘડો થતાં હેમંત વાઘેલાએ હરેશ પરમાર પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. હરેશને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ત્યાં તેનું મોત નિપજ્યુ હતુ. આ અંગે મૃતકના પિતા મંગાભાઇ પરમારે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં શખ્સ વિરૂદ્ધમાં હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હેમંત વાઘેલાને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: