બહેરામપુરામાં રિક્ષાચાલકની રિક્ષામાં કિન્નરોએ આવાનું બંધ કરી દીધુ હતુ. તેમ છતા તે રૂપિયાની માંગણી કરતો હતો. તેમજ અગાઉ થયેલ ઝઘડામાં કિન્નરે રિક્ષાચાલક સામે ફરીયાદ પણ કરી હતી.
તેની અદાવતમાં રિક્ષાચાલકે કિન્નરને ફોન કરીને ફરીયાદ પરત લઇ સમાધાન કરવાનું કહીને હું મોટો દાદા છું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કિન્નરે શખ્સ સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
બહેરામપુરામાં રહેતા કશિશદે પાવૈયા યજમાનવૃત્તિ કરે છે. તેઓ અગાઉ અન્ય કિન્નરો સાથે ઉસ્માનપુરામાં રહેતા સંજય વ્યાસની રિક્ષામાં અવર-જવર કરતા હતા. તેમજ ભાડા ઉપરાંત આર્થિક મદદ પણ કરતા હતા. બાદમાં કિન્નરોએ રિક્ષામાં આવા જવાનું બંધ કરી દીધુ હતુ. તેમ છતા સંજય કિન્નર પાસે રૂપિયાની માંગણી કરીને ઝઘડો કરતો હતો તેમજ સંજય કિન્નરની દત્તક પુત્રીને ધમકી આપતો હતો. જેથી તેની સામે અગાઉ ફરીયાદ કરી હતી. ગત 16 સપ્ટેમ્બરે કશિશદે ઘરે હતા ત્યારે અજાણ્યા નંબરથી સંજયેફોન કરીને તેની સામે કરેલ ફરીયાદો પરત લઇ કોર્ટમાં સમાધાન કરી લેવા જણાવીને બીભત્સ ગાળો બોલીને હવે ઘરની બહાર દેખાઇશ તો જાનથી મારી નાખીશ હું મોટો દાદા છુ કહીને ધમકી આપી હતી. કંટાળીને કશિશદેએ સંજય વ્યાસ સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.