પૂર્વમાં ઠગાઇના ત્રણ કિસ્સામાં કુલ 2.48 લાખની છેતરપિંડી સામે આવી છે. જેમાં દાણીલીમડામાં યુવકનું ફેસબુક હેક કરી ગઠિયાએ સંબંધી પાસેથી રૂ. 50 હજાર પડાવ્યા છે. સરસપુરમાં શેરબ્રોકરને ક્રેડિટકાર્ડ અપડેટ કરવાનું કહીને ગઠિયાએ રૂ. 98 હજાર પડાવ્યા છે. તેમજ માધવપુરામાં કાપડનો રૂ. 1 લાખનો માલસામાન લઇને બે રિક્ષાચાલકો ફરાર થઇ ગયા છે. ત્રણેય બનાવોમાં પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
દાણીલીમડામાં રહેતા મોહમદ ઉમર સૈયદ ગત 20 ઓગસ્ટના ભત્રીજા ઓમાનમાં રહેતા સઉદ સૈયદના ફેસબુક આઇડીથી મેસેજ આવ્યો હતો કે હું તમારા ખાતામાં ચાર લાખ નાખુ છું અને તે ભારત આવીશ ત્યારે પરત લઈશ. ત્યારે મોહમદ ઉમરે એકાઉન્ટ ન હોવાથી તેના મિત્રનો એકાઉન્ટ નંબર આપ્યો હતો. તેમાં ચાર લાખ નાખ્યાની રિસિપ્ટ મોકલી હતી. બાદમાં વિઝા એજન્ટના ખાતામાં 1 લાખ નાખો નહીં તો સજા થશે એમ કહી નંબર મોકલ્વોય હતો. બાદમાં ઉમરભાઈએ બે મિત્રોના એકાઉન્ટમાંથી 50 હજાર મોકલ્યા હતા. છતા બીજા પૈસાની માગ કરતા તેનો ભત્રીજો પાંચ મહિના પહેલા ભારત આવી ગયો છે અને તેનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાનું જાણ થતાં ઠગાઈ થઈ હોવાની ખબર પડતા ઉમરભા એ અજાણ્યા ગઠિયા સામે દાણીલીમડા પોલીસમાં ફરિયાદ નોધાવી છે.










