ખોખરામાં 19 વર્ષીય યુવતી પરિવાર સાથે રહે છે અને બાપુનગરના ડાયમંડ માર્કેટમાં હીરા ઘસવાનું કામકાજ કરે છે. થોડા દિવસ અગાઉ જ યુવતીની મિત્રતા તેના જ વિસ્તારમાં રહેતા વિજય ઉર્ફે કાટુન નામના યુવક સાથે થઇ હતી. બંને રોજ મોબાઈલમાં વાતચીત કરતા હોવાથી યુવક યુવતીના એકતરફી પ્રેમમાં સરી પડયો હતો. પરંતુ થોડા દિવસ બાદ યુવતીને જાણ થઇ કે યુવકની ચાલ ચલગત સારી નથી તેના લીધે યુવતીએ યુવક સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. અને તેના ફોન રિસીવ કરવાનું બંધ કરી દેતા ગુસ્સે ભરાયેલો યુવક સોમવારની મોડી રાતે યુવતીના ઘરે આવી પહોંચ્યો અને ઘરની બહાર ઉભો રહીને ગાળો બોલવા લાગ્યો હતો. જોરજોરથી અવાજ આવતા યુવતીના પરિવારના સભ્યો જાગી ગયા અને ઘરની બહાર આવીને જોતા વિજય ઉર્ફે કાટુન ઉભો હતો અને મારી સાથે મિત્રતા કેમ નથી રાખતી જો મારી જોડે બોલવાનું બંધ કરી દઈશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. આ અંગે યુવતીએ શખ્સ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા









