કૃષ્ણનગરમાં પતિ, પત્ની અને પુત્રે મકાન અન્ય વ્યક્તિને આપ્યુ હોવા છતા ખેડૂતને તે જ મકાન વેચાણથી આપી રૂ. 13 લાખ પડાવી લીધા હતા. ખેડૂતે મકાન વેચવાની વાત કરતા ખાલી કરતા ન હોવાથી તપાસ કરાવતા ભાંડો ફુટયો હતો. આ અંગે ખેડૂતે ત્રણેય સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


ધંધૂકામાં રહેતા ઘનશ્યામસિંહ સોલંકી છ વર્ષ પહેલાં મકાન લેવા બનેવીને વાત કરતા તેમણે નવા નરોડામાં મકાન હોવાનું જણાવ્યું હતું. જે બાદ ઘનશ્યામસિંહ 2019માં મકાન જોવા આવ્યા અને મકાન માલિક હરેશ પટેલ સાથે વાત કરી 13 લાખમાં લેવાનું ક્કી કર્યા બાદ ઘનશ્યામસિંહે ટુકડે-ટુકડે કુલ રૂ. 13 લાખ હરેશભાઇ, તેની પત્ની પ્રેમીલાબેન અને પુત્ર હિતેશ ચૂકવ્યા હતા. ઘનશ્યામસિંહને મકાન વેચવાનું હોવાથી તેમને હરેશભાઇને કહેતા તેમણે પરત વેચાણથી લેવા જણાવ્યું હતું. પરંતુ તેઓ મકાન ખાલી પણ કરતા ન હતા અને વેચાણથી લેતા પણ ન હતા. જેથી ઘનશ્યામસિંહે તપાસ કરાવતા ત્રણેય ભેગા મળીને તેમની પહેલા મકાન અન્ય વ્યક્તિને પણ વેચી માર્યુ હતુ. તેમ છતા ઘનશ્યામસિંહને વેચીને રૂપિયા પડાવી લીધા હતા.


  • Follow us on: