કૃષ્ણનગરમાં પતિએ પત્નીને ફ્ટકારી ઘરમાંથી કાઢી મૂકી હતી. ઉપરાંત પતિએ ઉશ્કેરાઇને ઝઘડો કરીને બળજબરીથી હાનિકારક પ્રવાહી પીવડાવ્યું હતું, પરંતુ પત્નીએ પ્રતિકાર કરીને બૂમાબૂમ કરી હતી. બાદમાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે. જ્યારે બંને જેઠ પણ ત્રાસ આપતા હતા. એક જેઠે તેની સાથે બિભત્સ માંગણી કરી હતી. કંટાળીને પરિણીતાએ પતિ અને બંને જેઠ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.


કૃષ્ણનગરમાં 44 વર્ષીય પરિણીતા પરિવાર સાથે રહે છે. તેમના પતિ કઠવાડા જીઆઇડીસીમાં બે ભાઇઓ સાથે ટ્રેડિંગનો ધંધો કરે છે. પરિણીતાને છેલ્લા બે વર્ષથી પેટની અને કમરની બિમારી હોવાથી આર્યુર્વેદિક દવા કરાવી હતી. પાંચ મહિના પહેલાં વધુ દુખાવો થતા પતિને કહ્યુ કે મને સારી હોસ્પિટલમાં દેખાડવા લઇ જાઓ. ત્યારે જેઠે પરિણીતાના પતિને કહ્યુ કે આની સારવાર આપણે કરાવી નથી, તેને પિયર મોકલી દો તેમ કહીને બંને જેઠે પરિણીતાને ઘક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી. જેથી પરિણીતા પિયરમાં રહેવા ગઇ હતી. પરિણીતાના પીયરે આવીને જેઠે તેની સાથે બીભત્સ માંગણી કરી હતી. જેથી પરિણીતાએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.ગત 16 નવેમ્બરે રાત્રેના સમયે પરિણીતા પોતાની સાસરી એ પાછી આવી હતી, ત્યારે પતિએ સામાન પેક કરી લે હું તને જ્યાં લઇ જવુ ત્યાં તારે આવુ પડશે નહીતર તને રખડતી કરી દઇશ, તેવુ કહેતા પરિણીતાએ ઈનકાર કર્યો હતો. જેથી પતિએ બળજબરીથી પ્લાસ્ટીકની બોટલમાંથી હાનિકારક પ્રવાહી પીવડાવી દીધું હતું. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા પરિણીતાને છોડાવી હતી. તેમજ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ અંગે પરિણીતાએ પતિ અને બંને જેઠ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.


  • Follow us on: