કુબેરનગરમાં રહેતી પત્ની કૃષ્ણનગરમાં રહેતી માતાના ઘરે સામાન લેવા ગઇ હતી.


ત્યારે પતિ ત્યાં પહોંચ્યો હતો અને તારે અહિયા શું છે, કહીને શંકા કરી ઝઘડો કરવા લાગ્યો હતો. ત્યારબાદ પતિએ પત્નીને ફ્ટકારી ગળાના ભાગે બ્લેડના ઘા મારીને પલાયન થયો હતો. આ અંગે પત્નીએ પતિ સામે કૃષ્ણનગર પોલીસમાં ફરીયાદ નોધાવી છે.

સરદારનગર વિસ્તારમાં 35 વર્ષીય જયાબેન રાજપૂત પરિવાર સાથે રહે છે. જેમાં તેમને બે મહિના અગાઉ અશોક રાજપુત સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ગઇકાલે જયા કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી માતાના ઘરે સામાન લેવા આવ્યો હતો. ત્યારે પતિ અશોક ત્યાં આવી ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે, તુ તારી માતાના ઘરે કેમ આવે છે તારે અહીંયા શું કામ છે, તારે કોઇની સાથે આડા સબંધ છે તેમ કહી ઝઘડો કરવા લાગ્યો હતો. ઉપરાંત પતિએ ગાળો આપી હતી. બાદમાં અશોકે પત્નીને તેને માર મારી નીચે પાડી દીધી હતી અને લાતો મારવા લાગ્યો હતો. આ દરમ્યાન પતિ બ્લેડ લઇ આવ્યો હતો અને ગળાના ભાગે બ્લેડ મારી દીધી હતી. જેથી જયા લોહીલુહાણ થઇ નીચે પટકાઇ હતી. તેમજ પતિ પલાયન થઇ ગયો હતો. જયાને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ અંગે પત્ની એ પતિ અશોક સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


  • Follow us on: