સેટેલાઇટમાં રહેતા હિમાંશુભાઇ પરીખ મણિનગરમાં બાઇ જીવકોર લલ્લુભાઇ ટ્રસ્ટમાં ટ્રસ્ટી અને સેક્રેટરી તરીકે વર્ષ 2019થી સેવા આપે છે. તેમની ટ્રસ્ટ સંચાલિત સંસ્થામાં અનિતાબેન ઠક્કરે ગેરવર્તણૂક અને રજા અરજી નામંજૂર કરવા છતા ગેરહાજર રહેતા તેમની વિરૂધ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવી હતી. બાદમાં કારણદર્શન નોટિસ આપીને નોકરીમાંથી બરતરફ્ કર્યા હતા. જે બાદ અનિતાબેન સંસ્થામાં આવીને બીભત્સ ગાળો બોલીને મારી નાખવાની ધમકીઓ આપતા હતા. તેમજ ટ્રસ્ટીઓને પોલીસમાં પકડાવી જેલના સળિયા ગણવાની ધમકી આપી હતી. ગત 6 જુલાઇએ અનિતાબેને ટ્રસ્ટી વિજયભાઇને વોટ્સએપ મેસેજ કરીને બંધારણ મુજબ અરૂણાબેન શાહે દાતા નિમેલ છે જેથી હું સંસ્થામાં જવાની છુ મને હિમાંશુ રોકશે તો માર પડશે અને બધા ટ્રસ્ટીઓના ત્યાં ના છુટકે પોલીસ મોકલવી પડશે તેની સંપૂર્ણ જવાબદારી ટ્રસ્ટીઓની રહેશે તેવો મેસેજ કર્યો હતો. જેથી હિમાંશુભાઇએ અનિતાબેન સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



  • Follow us on: