મૂળ યુપીમાં રહેતા અનિતાબેન રાજપૂત અમદાવાદમાં રહે છે અને રોટલી બનાવવાનું કામ કરે છે. જેમાં તેમને મકાન ભાડે લેવાનું હોવાથી બ્રોકર નિલેશ ઝાપડાને વાત કરતા તેમને ઠક્કરનગરમાં અન્નપૂર્ણાબેન ગુપ્તા અને તેમની પુત્રી શિવાનીબેન બારોટનું મકાન રૂ. 7 હજારમાં ભાડે રાખ્યુ હતુ. બાદમાં રૂ. 2.74 લાખની મત્તાનો સામાન મકાનમાં મૂક્યો હતો. જે બાદ અનિતાબેન પરિવાર સાથે વતન ઉત્તરપ્રદેશ ગયા હતા અને ત્યાંથી ભાડુ પણ મોકલ્યુ હતુ. જ્યારે તે પરત આવ્યા હતા ત્યારે મકાનમાં જોતા અન્ય લોકો રહેતા હતા. જેથી અન્નપૂર્ણાબેનને વાત કરતા તેમણે મકાન બીજાને વેચી દીધુ છે અને તમારો સામાન અન્ય જગ્યાએ મૂક્યો છે તે પરત આપી દઈશું તેમ જણાવ્યું હતું. જ્યારે અનિતાબેનને કોઇ જાણ પણ કરી ન હતી. આ અંગે અનિતાબેને ત્રણેય સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



  • Follow us on: