અમદાવાદ શહેરમાં ગત વર્ષે દિવાળી દરમિયાન ચાર દિવસમાં ફટાકડાના કારણે આગ લાગવાના કુલ 189 જેટલા બનાવો બન્યા હતા. જેમાં મોટાપાયે જાનમાલની નુકશાની થવા પામી હતી. ફટાકડાના કારણે જીઆઇડીસીઓના બંધ ગોડાઉનોમાં, વિવિધ શો-રૂમમાં, રહેણાંક ઘરોમાં,કચરાના ઢગલાઓમાં આગ લાગી હતી.
નોંધપાત્ર છે કે ઇમરજન્સી સેવા 108 દ્વારા ચાલુ વર્ષે દિવાળીના દિવસે 5,199 ઇમરજન્સી આવવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. જે નોર્મલ દિવસ કરતા 12.11% વધુ છે. ગઇકાલે રવિવારે રાજ્યમાં વાહન અકસ્માતના કેસ 800 નોંધાયા હતા. જે સામાન્ય દિવસે આવતા કોલ કરતા 250 કોલ વધુ છે.દિવાળીના તહેવારોને લઇને ઇમરજન્સી સેવા 108, ફાયરબ્રિગેડ, પોલીસ તમામને એલર્ટ રહેવાના આદેશ આપી દેવાયા છે. બીજી બાજુ વિવિધ હોસ્પિટલોમાં પણ ઇમરજન્સી કેસો માટે સારવાર ચાલુ રખાઇ છે. સ્ટાફને ખડેપગે રખાયો છે.










