વરસાદ અને તહેવારોની સિઝન શરૂ થતાં ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે. જેના પગલે પૂર્વના વિસ્તારોમાં પોલીસ દ્વારા રાત્રિના સમયમાં પેટ્રોલિંગ વધારવા માંગણી કરાઈ છે.
જેમાં વિવેકાનંદ નગર હાથીજણ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં જ નાની મોટી ચોરીથી લઈ મોટી ચોરીની ઘટના બની રહી છે. એક તરફ વિસ્તારમાં રાત્રિના સમયે આસપાસના વિસ્તારોમાં ખુલ્લા મેદાન અને ચોરી કરીને સરળતાથી ભાગી જવાની સ્થિત બીજી તરફ શાંત જગ્યા હોવાના કારણે અવરનવર ચોરીઓ થઈ રહી છે. જેના અંગે સ્થાનિકોએ ફરિયાદ કરતાં જણાવ્યું કે, વિવેકાનંદ નગરમાં છેલ્લા પંદર દિવસ થી એક મહિનામાં વરસાદી સમયગાળા દરમિયાન ઘરની બહાર મૂકેલા વાહનોમાંથી ચોરી કરવામાં આવી રહી હતી. જ્યાં હવે આગામી દિવસોમાં શ્રાવણ માસમાં તહેવારો શરૂ થતાં હોવાથી તે દરમિયાન ઘણાં મકાનો બંધ રહી શકે છે. જેની સ્થિતિમાં પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગણી રહેલી છે.










