પૂર્વ વિસ્તારમાં ગટર ઊભરાવવાની સમસ્યા લોકો માટે માથાનો દુખાવો સમાન બની છે.


જ્યારે અસારવા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટર ઊભરાવવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સ્થાનિકો દ્વારા મ્યુનિ. તંત્રના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી.

અસારવાર વિસ્તારમાં આવેલી સોસાયટીઓ અને ચાલીમાં ગટર ઊભરાવવાના કારણે પ્રદૂષિત પાણી આવતું હોવાથી ફરિયાદ કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. સ્થાનિકો દ્વારા મ્યુનિ. કમિશનર, કોર્પોરેટર, ધારાસભ્યને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

ઓમકાર સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા કેટલાય સમયથી ગટર ઊભરાવવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ રોગચાળો ફાટી નીકળવાની ભીતી સેવાઈ રહી છે છતાં મ્યુનિ. તંત્ર દ્વારા તાકીદે ગટર ઊભરાવવાની સમસ્યા હલ કરે તેવી સ્થાનિકોની માગ ઉઠવા પામી છે.


  • Follow us on: