માધવપુરામાંથી પકડાયેલ 2,300 કરોડના ક્રિકેટ સટ્ટાકાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હાથ ધરેલી તપાસમાં 300થી વધુ બેંક ખાતાઓમાં પડેલા રૂ.35.80 કરોડ જપ્ત કર્યા છે. અમદાવાદ ઝોનલ ઓફ્સિના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) એ 448 બેંકના ખાતાઓની પ્રાથમિક તપાસ કરી હતી, જેમાં નિર્દોષ વ્યકિતઓના બનાવટી દસ્તાવેજોના આધારે બેંકમાં ખાતાઓ ખોલવ્યા હતા. આ પછી મની ટ્રેલ અનુસરવામાં આવ્યો હતો, જેમાં 1 હજાર કરોડથી વધુના વ્યવહારો 995 બેંક ખાતાની તપાસમાં બહાર આવ્યુ હતુ. કરોડોના હવાલા સીજી રોડ ઉપર આવેલ શ્રોફ દ્વારા બેંકના ખાતામાં આવેલા નાણાં દુબઈ અને સિંગાપુર પાડવામાં આવતા હતા.


માધવપુરા વિસ્તારમાં આવેલી સુમેલ બિઝનેસ પાર્ક 6ના જે બ્લોકમાં 128 નંબરની મહાવીર એન્ટરપ્રાઈઝ નામની ઓફ્સિમાં દરોડા પાડીને રૂ.2300 કરોડથી વધુનો સૌથી મોટો ક્રિકેટ સટ્ટા રેકેટ પોલીસે પકડયુ હતુ. EDએ બેંકના 300 જેટલા ખાતાઓમાં બેલેન્સ શોધી કાઢયું છે અને રૂ.35.80 કરોડ જપ્ત કર્યા છે. તપાસમાં એક હજાર કરોડના હવાલા બહાર આવ્યા હતા.

કઈ કઈ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી : મોબાઈલ-07 , લેપટોપ-03, ચેકબુક-536, ડેબિટ કાર્ડ-538, પીઓએસ મશીન- 14, સિમકાર્ડ-193, પાનકાર્ડ-7 , કંપનીના સિક્કા- 83, ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ- 20.

ડેબિટ કાર્ડ સાથે લિંક 139 ખાતા પણ ફ્રીઝ કરાયાં હતાં

ગુજરાતના સૌથી મોટા સટ્ટા બેટિગ રેકેટના મુખ્ય આરોપી હર્ષિત બાબુભાઈ જૈનની એસએમસીએ સપ્ટેમ્બર માસમાં ધરપકડ કરીને સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો. આરોપી હર્ષિત જૈનની તપાસમાં બહાર આવ્યુ હતુ કે, પોતે સીએ છે અને તેને કાર્તિક ઇન્ફ્રાસ્પેસ એલએલપી કંપનીના-2 57 , લીમાઝોલ એક્ઝીમ પ્રા.લી.ના 51, ફિનિક્સ ઇવેન્ટ એન્ડ ટ્રાવેલ પ્લાનારના 8, જેપી કોર્પોરેશનના 377, રીયલ ફેરો ઇન્ફકોન એલએલપીના 90 જેટલા બોગસ બિલો બનાવ્યા હતા અને કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. રૂ.2,323 કરોડના સટ્ટા બેટિંગ રેકેટમાં 481 ખાતામાં ગયેલ રૂ.9.62 કરોડ રૂપિયા ફ્રિઝ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1507 બેનીફ્શિીયરી એકાઉન્ટ અને ડેબીટ કાર્ડ સાથે લીંક 139 ખાતા પણ ફ્રિઝ કરાયા હતા.


  • Follow us on: