શહેરમાં વિવિધ તળાવને ઈન્ટરલિંક કરવા અને તેની આસપાસ નવા વિકાસના કામગીરી અંગેની યોજના મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સતત બનાવવામાં આવી રહી છે.


આ વચ્ચે દક્ષિણ ઝોનમાં આવેલા મહાલક્ષ્મી તળાવના નવીનકરણ માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ.2.96 કરોડના ખર્ચે તળાવનો વિકાસ કરવામાં આવશે. આ માટે અગાઉ તળાવની આસપાસ ઉભા થયેલા દબાણને હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી. હાલમાં જ થોડાં દિવસો પહેલા પડેલા વરસાદમાં તળાવ ઉભરાઈને પાણી બહાર સુધી નીકળ્યું હતું અને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો.

દક્ષિણ ઝોનમાં આવેલા મહાલક્ષ્મી તળાવ સામાન્ય વરસાદમાં ઉભરાઈ જવાની અને તળાવ યોગ્ય પ્રમાણમાં ઉંડા ન કરવામાં આવ્યા હોવાની અવરનવર ફરિયાદો સામે આવતી રહે છે. તળાવના ડેવલ્પ કરવાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આ માટે AMC દ્વારા રૂ.2.96 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેના હેઠળ તળાવની ફરતે દિવાલ અને તળાવના ઉંડાણ કરવાની કામગીરી કરવામાં આવશે. તેમજ તળાવની આસપાસના વિસ્તારમાં યોગ્ય પ્રમાણમાં બાગ બગીચા ડેવલોપ કરવામાં આવશે. જેના કારણે તળાવનું બ્યૂટિફિકેશન પણ થશે. આ અંગેની સ્થાનિકોની લાંબા સમયથી તળાવને ડેવલોપ કરવા માટેની માંગણી રહેલી હતી. તળાવને ઉંડાણ થવા અને પાણીનો યોગ્ય રીતે ભરાઈ જવાના કારણે આસપાસના સ્થાનિકોને રાહત મળી રહેશે.


  • Follow us on: