ગાયકવાડ હવેલી વિસ્તારમાંથી 15 વર્ષની કિશોરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર પવન ઉર્ફે પલ્લી મુળચંદ મકવાણાને પોકસોના ખાસ જજ જયેશભાઈ એલ. ચોવટીયાએ ગુનેગાર ઠરાવીને વીસ વર્ષની સખ્ત કેદ અને રૂ.10 હજાર દંડ ફટકાર્યો છે.
કોર્ટે નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આખોય કેસ નિઃશંક પણે પુરવાર થાય છે ત્યારે આવા કેસમાં આરોપીઓ સામે દયા ન દાખવી શકાય.જયારે પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ રૂલ 2020ના નવ મુજબ રૂ.1 લાખ ભોગ બનનાર અને તેના પરિવારને વળતર પેટે ચુકવી આપવા માટે સિટી સિવીલ કોર્ટ લીગલ સર્વિસ કમિટીને હુકમ કરવામાં આવે છે.










