નારોલમાં ખાનગી સ્કુલની બહાર છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણીની સમસ્યા થઈ રહી છે. ત્યા તંત્રે આંખો બંધ રાખીને બેસી છે. ગટરનું ગંદું પાણી ભરાઈ રહેવાના કારણે ત્યાં હવે મચ્છરો પોતાની કોલાની વસાવી દીધી છે, જો હજુ પણ તંત્ર ધ્યાન નહીં આપે તો હવે બાળકો આ મચ્છર દ્વારા મલેરિયા જેવા ગંભીર રોગમા સપડાઇ શકે છે. મ્યુનિ. ગટરના પાણીનો નિકાલ અને મચ્છરનો ઉપદ્રવ વધતો અટકવા કામગીર કરે તેવી વાલીઓ અને આસપાસ રહીશોની માંગ છે.



  • Follow us on: