સીટીએમ ભારવી ટાવર સામે રોડ ક્રોસ કરી રહેલ માતા અને માનસિક બીમાર પુત્રીને લોડિંગ ટેમ્પોચાલકે અડફેટે લેતા માતાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. અકસ્માત બાદ ટેમ્પોચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ટેમ્પોચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
ઇસનપુરમાં રહેતા 80 વર્ષીય રમાબેન જોગી ખાનગી સ્કુલમાં પ્યૂન તરીકે નોકરી કરતા હતા. ગત 1 જુલાઇએ રમાબેન પોતાની માનસિક બિમાર પુત્રી 40 વર્ષીય વૈશાલીબેન સાથે સીટીએમ ભારવી ટાવર સામે ઝીબ્રા ક્રોસિંગ પરથી ચાલતા રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે પુરઝડપે આવી રહેલ લોડિંગ ટેમ્પો ચાલકે બંનેને અડફેટે લેતા ફ્ંગોળાઇને જમીન પર પટકાતા ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત બાદ ટેમ્પોચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત રમાબેન અને વૈશાલીબેનને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રમાબેનનું મોત નિપજ્યુ હતુ. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફરાર ટેમ્પોચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.










