અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવા માટે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. શહેરમાં આયોજિત એક ભવ્ય વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત AMCએ માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાંrecord બ્રેક 3.61 લાખ વૃક્ષો વાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ અભૂતપૂર્વ સફળતાથી અમદાવાદે પર્યાવરણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કર્યું છે.
91 હજારથી વધુ ચોરસ મીટર વિસ્તારમાં નંદનવન સર્જાયું
આ વિશાળ વૃક્ષારોપણ અભિયાન માટે વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ પૂરતું આયોજન અને નકશા તૈયાર કરવામાં આવ્યા હતા. શહેરના વિવિધ નિયત સ્થળોએ થઈને આશરે 91,006 ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં આ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આટલી મોટી જગ્યા પર ખૂબ જ ટૂંકા સમયમાં લાખો છોડ રોપવા માટે હજારો કાર્યકરો, અધિકારીઓ અને સ્થાનિક નાગરિકોએ સાથે મળીને જહેમત ઉઠાવી હતી, જેને પરિણામે આ આંકડો પાર કરી શકાયો છે.
