ઘોડાસર બ્રિજ નીચે ગત 24 ઓગસ્ટે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેમાં ઇસનપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને સગીર આરોપીને નજરકેદ કર્યો છે. જેમાં પોલીસે સગીરની પૂછપરછ કરતા મૃતક અવારનવાર તેની પાસે રૂપિયાની માંગણી કરતો હતો અને ના પાડે તો મારવાની ધમકી આપતો હતો. જેથી કંટાળીને હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે.


ઘોડાસર બ્રિજ નીચે રવિવારે અજાણ્યા યુવકની હત્યા કરેલ હાલતમાં લાશ મળી હતી. તે અંગે ઈસનપુર પોલીસે હત્યાનો ગુનો નોધીને તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતકનું નામ જાવીદખાન ઉર્ફે કલ્લુ જમીરખાન પઠાણ હોવાનું સામે આવ્યું અને જે છેલ્લા બે ત્રણ વર્ષથી અમદાવાદના અલગ અલગ બ્રિજ નીચે રહેતો હતો. તેમજ સીસીટીવી જોતા જાવીદખાનની હત્યા એક સગીરે કરી હોવાનું સામે આવતા પોલીસે તેની અટકાયત કરી છે. તેની પૂછપરછ કરતા તે મૃતક સાથે છેલ્લા છ સાત મહિના થી એકબીજાના સંપર્કમાં હતા. તેમજ જાવીદખાન વારંવાર સગીર પાસે પૈસા માંગ્યા કરતો હતો અને અગાઉ 3 થી 4 વાર રૂપિયા લઈને પરત આપેલ ન હતું. ગત રવિવારે મૃતકે તેની સાથે ઝગડો કર્યો. જેથી સગીરે એક અઠવાડિયા પહેલા રવિવારીમાંથી લાવેલ છરી વડે મૃતકને ગળા અને પેટના ભાગે છરીના ઘા મારી હત્યા કરી હતી. તેમજ સગીર આરોપી બ્રિજ નીચે રહીને ભંગાર વહેંચવાનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે.


  • Follow us on: