અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી મુસાફરી કરતા હજારો મુસાફરો માટે રાહતના સમાચાર છે. પશ્વિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા રેલ એન્ડ ડેવલપમેન્ટની કામગીરીના કારણે વટવા, મણિનગર અને અસારવા સ્ટેશન પર કેટલીક ટ્રેનને શિફટ કરવામાં આવી હતી જેને હવે ફરીથી અમદાવાદ સ્ટેશનેથી સંચાલિત કરવામાં આવશે. બાકીની ટ્રેનોની આગામી કેટલાક દિવસો સુધી સાબરમતી રેલ્વે સ્ટેશનેથી અવરજવર યથાવત રહેશે.


અમદાવાદ રેલ્વે સ્ટેશનેથી ફરી શરુ કરાયેલી ટ્રેનમાં અમદાવાદ-ચૈન્નાઈ ( ટ્રેનનં-12655), અમદાવાદ- મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર (ટ્રેન નં-12932), અમદાવાદ-વલસાડ ગુજરાત કવીન ( ટ્રેનનં-19034), મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ( ટ્રેન નં-22953)નો સમાવેશ થાય છે. જયારે વટવા રેલવે સ્ટેશનેથી અવર-જવર કરતી મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેકર ( ટ્રેનનં- 12931 ) હવે મણિનગર સ્ટેશન પરથી તા. 13 સપ્ટેથી 19 સપ્ટે, સુધી સંચાલિત થશે. બાકીની અમદાવાદ રેલવે સ્ટેશનેથી અવર-જવર કરતી ટ્રેનોનો રુટ અને સ્ટોપેજ યથાવત રહેશે.


  • Follow us on: