અમદાવાદની જાણીતી સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હજારો દર્દીઓ માટે એક અત્યંત રાહતજનક સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને ઝડપી અને સરળતાથી સારવાર મળી રહે તે હેતુથી વિવિધ સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં આવતા સામાન્ય અને ગરીબ દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરીને આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે.
હેલ્પ ડેસ્ક અને એક્સ્ટ્રા OPDની શરૂઆત
સોલા સિવિલમાં દર્દીઓની વધતી ભીડ અને લાંબી લાઈનોને ધ્યાનમાં રાખીને ત્વરિત સારવાર પૂરી પાડવા માટે વિશેષ હેલ્પ ડેસ્ક તેમજ વધારાની OPD શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, દૂર-દૂરથી કે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્દીઓને કોઈ પ્રકારની મુશ્કેલી કે અગવડતા ન પડે તે માટે એક વિશેષ કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ કમિટી હોસ્પિટલની રોજબરોજની કામગીરી અને દર્દીઓની સુવિધાઓ પર સીધી નજર રાખશે.
