અમદાવાદ શહેરના સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં પોલીસ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં કાર્યરત થયેલા નવનિયુક્ત મોટેરા પોલીસ સ્ટેશન ખાતે પોલિસ ઇન્સ્પેક્ટર (P.I.) તરીકે વી. આર. વીંછીની ફાળવણી કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર કેચેરી દ્વારા આ અંગેનો સત્તાવાર ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. આ નિમણૂક સાથે જ મોટેરા અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે.
અનુભવી અધિકારીને સોંપાઈ મહત્વની જવાબદારી
મળતી વિગતો મુજબ, P.I. વી. આર. વીંછી આ પહેલાં અમદાવાદના અત્યંત વ્યસ્ત અને મહત્વના ગણાતા S.G.-1 (એસ.જી. હાઈવે-1) ટ્રાફિક પોલીસ મથક ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. ટ્રાફિક નિયમન અને શાંતિ વ્યવસ્થા જાળવવાનો તેમનો વિશાળ અનુભવ ધ્યાને રાખીને તંત્ર દ્વારા તેમની બદલી મોટેરા પોલીસ મથકે કરવાનો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક વિભાગમાંથી હવે તેઓ વિસ્તારની કાયદો-વ્યવસ્થા અને ગુનાખોરી ડામવાની સીધી જવાબદારી સંભાળશે.
