અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને આપેલી જગ્યાને લઈને AMC મોટ નિર્ણય લઈ શકે છે, સ્કૂલની જમીન માપણી અને બાંધકામની કરાશે ચકાસણી અને આજે મળનારી એસ્ટેટ કમિટીની બેઠકમાં નિર્ણય લઈ શકે છે એએમસી, આ જગ્યા સ્કૂલને રૂ.1ના ટોકન પર ભાડા પટ્ટા પર અપાઈ છે અને વર્ષ 2001માં મનપાએ ભાડા પટ્ટે આપી છે જગ્યા.


[[$googlead]]

99 વર્ષનાં ભાડા પટ્ટા પર સેવન્થ ડેને અપાઈ છે જગ્યા

અમદાવાદ મ્યું.કોર્પોરેશને 99 વર્ષનાં ભાડા પટ્ટા પર સેવન્થ ડે સ્કૂલને જગ્યા આપી છે, જેમાં અન્ય શરતોનું પાલન થાય છે કે નહીં તે પણ તપાસ થશે, સ્કૂલની માપણી ( જમીન ) અને પ્લાન મુજબના બાંધકામની કરવામાં આવશે ચકાસણી જેમાં વર્ષ 2001માં મનપાએ 1 રૂપિયાના ટોકન પર ભાડા પટ્ટા પર આ જગ્યા આપી છે, શરત મુજબ બાંધકામ અને અન્ય શરતોનું પાલન થાય છે કે નહી તેને લઈને પણ amc કરશે તપાસ.

[[$alsoread]]

મણિનગરથી ખોખરા સુધી રેલીઓ સાથે બંધ પાળ્યો સ્થાનિકોએ

સેવન્થ ડે સ્કુલમાં બનેલી નયન સંતાણીની હત્યાની ઘટનાના પગલે વહેલી સવારથી સિંધી સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા માર્કેટ અને આસપાસની દુકાનો બંધ કરાવાઈ હતી. જેમાં સિંધી માર્કેટ અને સિંધિ સમાજના લોકો દ્વારા સંચાલિક દુકાનો સ્વયંભુ બંધ રખાઈ હતી. રસ્તા પર નીકળેલા લોકો દ્વારા 'સેવન્થ ડે સ્કૂલ બંધ કરો, વી વોન્ટ જસ્ટિસ, હત્યારાને સજા કરો' જેવા નારા લગાવ્યા હતા. આ તરફ ખોખરા, હાટકેશ્વર તેમજ કાંકરિયા અને ઇસનપુરમાં પણ સિંધી સમાજના લોકો દ્વારા દુકાનો બંધ કરાવી હતી. જેમાં કેટલાંક સ્થાનો પર દુકાન બંધ કરવા જતાં બોલાચાલી થઈ હતી. જેના બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા પોલીસે મામલો શાત કર્યો હતો.

ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓ સ્કૂલ બેગમાં છરી સહિતના ઘાતક હથિયારો લઈને આવ્યા હોવાની વિગતો સામે આવી હતી

વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ બેગમાં કોઈ ઘાતકી હથિયાર સાથે લઈને ન આવે એ માટેની તકેદારી રાખવા સ્કૂલોને શહેર ડીઈઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. ડીઈઓએ સ્કૂલોને તાકીદ કરી છે કે, સમયાંતરે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગની ચકાસણી કરવામાં આવે. વિદ્યાર્થીઓ સ્કૂલ બેગમાં પ્રતિબંધિત વસ્તુઓ લઈને ન આવે તે જોવા માટે તાકીદ કરાઈ હોવાનું પણ જાણવા મળે છે. ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓ સ્કૂલ બેગમાં છરી સહિતના ઘાતક હથિયારો લઈને આવ્યા હોવાની વિગતો સામે આવી હતી.  

  • Follow us on: