અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તાર ગણાતા ખાડિયામાં વધુ એક મકાન ધરાશાઈ થવાની ઘટના સામે આવી છે. ખાડિયા વિસ્તારમાં આવેલા ડબગરવાડ ખાતે એક જૂનું અને અત્યંત જર્જરિત મકાન અચાનક ધરાશાઈ થઈ ગયું હતું. મકાનનો ભાગ તૂટી પડતાં જ આસપાસના વિસ્તારમાં મોટો અવાજ થયો હતો અને લોકોમાં ક્ષણભર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સદનસીબે મોટી જાનહાનિ ટળી
આ ઘટના બનતાં જ સ્થાનિક રહીશો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સદનસીબે આ મકાન ધરાશાઈ થયું ત્યારે અંદર કે આસપાસ કોઈ હાજર ન હોવાથી મોટો અકસ્માત ટળ્યો હતો અને કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી. જોકે, મકાનનો મલબો રસ્તા પર આવી જતાં સ્થાનિક તંત્ર દ્વારા તેને ખસેડવાની અને સુરક્ષાના પગલાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
